બાલાસિનોર,મહીસાગર જીલ્લા સહિત દેશભરમાં ચૂંટણીની તૈયારી તડામાર ચાલી રહી છે. જેના ભાગરૂપે મહીસાગર જીલ્લાના બાલાસિનોર તાલુકાના ક્રિટીકલ મતદાન મથકોની જીલ્લા કલેક્ટર નેહા કુમારી અને જીલ્લા પોલીસ વડા જયદીપસિંહ જાડેજા એ મુલાકાત લીધી હતી. જ્યારે આગામી સમયમાં યોજાનાર લોકસભા સામાન્ય ચૂંટણીમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પ્રાંત અધિકારી હિરેનભાઇ ચૌહાણ, બાલાસિનો મામલતદાર રાકેશભાઈ વાઘેલા પોલીસ ઈન્સપેક્ટર એ.એન. નીનામાને જરૂરી સુચના અને માર્ગદર્શન આપ્યું હતું.