બાલાસિનોર ટાઉન પોલીસે અપહરણના ગુન્હાના નાસતા ફરતા આરોપીને સુરેન્દ્રનગરથી ઝડપી પાડયો

બાલાસીનોર,મહીસાગર જીલ્લા એસ.પી.જયદીપસિંહ જાડેજા તેમજ ડીવાયએસપી કે.બી.વસાવાએ ગુમ તેમજ અપહરણ થયેલા બાળકો તથા વ્યક્તિઓ સોધી કાઢવા માટે સૂચના કરતા બાલાસિનોર ટાઉન પોલીસ સ્ટેશનના પીઆઈ અંશુમન નિનામાની સૂચના માર્ગદર્શન હેઠળ બાલાસિનોર પોલીસ સ્ટેશનની અલગ અલગ ટીમોની રચના કરવામાં આવી હતી. ત્યારે બાલાસિનોર ટાઉન પોલીસ સ્ટેશનમાં ઈ.પી.કો. કલમ 363,366 વિગેરેના કામે ભલાડાનો નાસતો ફરતો આરોપી નીલેશ સબૂરભાઈ નાયકને સુરેન્દ્રનગર જીલ્લાના પાટડી તાલુકામાં રહેતો હોવાની બાતમીના આધારે ભોગ બનનાર તથા આરોપીને ઝડપી પાડી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.