બાલાસીનોર, બાલાસીનોર ટીંબા મહોલ્લામાંં પાનના ગલ્લા પાછળ ખુલ્લી જગ્યામાં કેટલાક ઈસમો જુગાર રમી રહ્યા છે. તેવી બાતમીના આધારે પોલીસે રેઈડ કરી 7 જુગારીયાને 59,230/-રૂપીયાના મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં આવ્યા.
પ્રાપ્ત વિગતો મુજબ બાલાસીનોર ટીંબા મહોલ્લામાં પાનના ગલ્લા પાછળ ખુલ્લી જગ્યામાંં કેટલાક ઇસમો પાના-પત્તાનો જુગાર રમી રહ્યા છે. તેવી બાતમીના આધારે બાલાસીનોર પોલીસે રેઈડ કરી હતી. રેઈડ દરમિયાન ઉસ્માનભાઇ કાસમભાઇ વ્હોરા, સદ્દામ હુસેન કાળુભાઇ કારીગર, સલીમસા ઝુમ્માસા દિવાન, ઝાકીર હુસેન ઐયુબમીયા મીરઝા, હિતેશ સતીષભાઇ દેસાઈને ઝડપી પાડવામાં આવ્યા હતા. ઝડપાયેલ જુગારીયાઓની અંગઝડતી દાવ ઉપર મુકેલ રૂપીયા, મોબાઇલ ફોન નંગ-7, બાઈક નં.1 મળી કુલ 59,230/-રૂપીયાના મુદ્દામાલ ઝડપી પાડવામાંં આવ્યો. આ બાબતે બાલાસીનોર પોલીસ મથકે જુગારધારા હેઠળ ફરિયાદ નોંધાવા પામી. જ્યારે રેઈડ દરમિયાન નાશી છુટેલ હબીબભાઇ ઉર્ફે મસ્ટીર અબ્દુલ રહીમભાઇ કુરેશીને વોન્ટેડ જાહેર કરી ઝડપી પાડવાની તજવીજ હાથ ધરી છે.