બાલાસિનોર,બાલાસિનોર બાયપાસ પાસેથી પસાર થતો અમદાવાદ -ઇન્દોર હાઇવે પર બાલાસિનોર થી ફાગવેલ સુધીમાં 200 થી વધુ ખાડા હોવાના પગલે અનેક અકસ્માતો સર્જાયા છે. ત્યારે તંત્ર દ્વારા ખાડા પૂરવાનું નાટક કરી હાલ પરિસ્થિતિ જેસે થે થઈ જતાં રોષ ભભૂકી ઉઠયો છે. મળતી વિગતો અનુસાર બાલાસિનોર થી ફાગવેલ 13 કી. મી માં 200 થી વધુ ખાડાઓ હોવાથી તંત્ર દ્વારા દસ દિવસ અગાઉ ખાડા ઉપર થીગડા હતું. પરંતુ માત્ર દસ દિવસમાં જ મારવાનું કામકાજ હાથમાં લીધું ફરી આ રોડ પર 200 થી વધુ ખાડા પડી જવાથી આ માર્ગ થી પસાર થવું એટલે પેટના આંતરડા હલી જાય છે. ત્યારે આ માર્ગ પર અનેક ખાડાઓના પગલે અકસ્માત સર્જાયા જેમાં લોકોને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. ત્યારે અનેક લોકો ગંભીર રીતે ઘવાયા છે. ત્યારે આ ખાડા પૂરવાનું કેટલા લાખોનું ભ્રષ્ટાચારનું બિલ પાસ કરવામાં આવ્યું તે પણ ઉચ્ચકક્ષાએથી તપાસ હાથ ધરવામાં આવે તો કરોડો રૂપિયાનું કૌભાંડ બહાર આવવાની શક્યતાઓ છે.