બાલાસિનોર તાલુકા માંથી સસરા હેરાન પરેશાન કરે તેવો કોલ આવતા 181ની અભયમ ટીમ ઘટના સ્થળે પહોંચી


બાલાસીનોર,
મહીસાગર જીલ્લાના બાલાસિનોર તાલુકાના નજીકના વિસ્તાર માંથી 181 મહિલા હેલ્પલાઇન કોલ આવતા તેમને જણાવેલ કે, તેમના સસરા તેમને હેરાન કરે છે. તે મને ખરાબ નજર થી જોવે છે ,આપ શબ્દો બોલે છે અને આજે તેમને હાથ પકડીને રૂમમાં આવ એવું તેમના સસરા તેમને બોલ્યા પીડિત મહિલા છે. તેમના લગ્નના બે વર્ષ જેવા થયેલો છે. તેમને લવ મેરેજ કરેલા છે, તેમને એક નાની બાળકી છે, તેમના પતિ બહાર દુબઈ રહેતા હતા. પરંતુ તેમના સસરા હેરાન કરતા હોવાથી છેલ્લા એક વર્ષથી તેઓ ઘરે આવેલા છે. પીડીત મહિલા સાથે તેમના સસરા શારીરિક સંબંધ બાંધવા માટે હેરાન કરે છે. તેઓ જણાવતા હતા કે, આવું ઘણાં સમયથી તેમના સસરા તેમને હેરાન કરે છે. જેના વિશે તેમણે તેમના દિયર અને સાસુને જણાવેલ હતું પરંતુ તેઓ તેમને કહી જ કહેતા નથી. તે પીડિત બેનના પતિ બહાર રહેતા હતા. જે છેલ્લા એક વર્ષથી આ બધી બાબતોના લીધે ઘરે આવી ગયેલા ત્યાર બાદ તેમના પતિ અને સાસુ સાથે વાતચીત કરી તેમના સસરા સ્થળ પર ન હતા. તે પીડિત બેનને સમજાવી તેમને કાયદાકીય તેમજ પોલીસ સ્ટેશનની માહિતી આપી. તેમના પતિને પણ સમજાવ્યા અને ત્યારબાદ તે મહિલા આગળ કાર્યવાહી કરવાની જણાવતા હોવાથી પોલીસ સ્ટેશનમાં અરજી અપાવેલ છે.