બાલાસિનોર,\બાલાસિનોરના દેવ ચોકડી ખાતે તાલુકા પોલીસ સ્ટેશન આવેલું છે. ત્યારે તાલુકા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એ.બી. દેવતાની સૂચના હેઠળ પેટ્રોલિંગ ચાલી રહ્યું હતું. ત્યારે એક બાળક ગભરાયેલો અને આમતેમ જોતા તેની પૂછપરછ કરી હતી. જ્યારે બાળકે પોતાનું ઓળખ આપતા તાલુકા પોલીસે ગણતરીના કલાકોમાં પરિવાર સાથે મુલાકાત કરાવી હતી.
પોલીસ પાસેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર 22/04/2024 ના રોજ દેવ ચોકડી નજીક એક સગીર વયનો છોકરો આમતેમ ફરતો હોય જેથી તેને ઉભો રાખી પુછપરછ કરતા તે હિન્દી ભાષી જણાઇ આવતો હોય અને તેની પુછપરછ કરતા ભુલો પડેલ હોવાનુ જણાઇ આવેલ અને તેનુ નામ પ્રવિણભાઇ બાબુભાઇ ડામોર રહે.કદવાલ (રાજસ્થાન) નો હોય જેથી તેના ફોટા પાડી સોશ્યલ મીડીયાના માધ્યમથી તેઓના વાલી વારસની શોધખોળ જે તે વિસ્તારના આગેવાનોનો સંપર્ક કરી તેમના ગૃપના છોકરાના ફોટાઓ મોકલતા મળી આવેલ સગીર વયના છોકરાના ભાઇનો સંપર્ક થતા તેના વાલી વારસ અત્રેના બાલાસિનોર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે આવતા મળી આવેલ સગીર વયના છોકરાને તેના વાલીવારસને સોપી બાલાસિનોર તાલુકા પો.સ્ટે.ની શી-ટીમ તથા પોલીસ માણસો દ્વારા પ્રશંસનીય કામગીરી કરવામાં હતી.