બાલાસિનોર,પ્રાપ્ત માહિતી અનુસાર બાલાસિનોર તાલુકા પ્રમુખના અઘ્યક્ષસ્થાને સામાન્ય સભા યોજવામાં આવી હતી. બાલાસિનોર તાલુકા પંચાયતમાં 18 જેટલા તાલુકા સદસ્ય છે. જયારે સામાન્ય સભામાં 18 પૈકી 9 સભ્યો હાજર દેખાયા હતા.ત્યારે ચુંટણી જીત્યા બાદ પ્રજાના કામ કરવામાં તેઓને રસ નથી. તેની ચર્ચાઓ થઈ હતી. સભામાં તાલુકા પંચાયત નવીન બાંધકામ સંદર્ભે જગ્યા ફાળવવી, વિશ્ર્વ વિખ્યાત રૈયોલી ડાયનોસોર પાર્ક ખાતે જિલ્લા મથકથી એસ.ટી.સેવા ચાલુ કરાવવી, વડદલા શાળાના ઓરડા નવીનીકરણ સહિતના મુદ્દાઓ પર ચર્ચાઓ કરવામાં આવી હતી.જેમાં તાલુકામાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના અંદાજિત 110 લાભાર્થીઓએ પ્રથમ તબકકાનો હપ્તો લીધા બાદ કામ ચાલુ ના કરાયા હોવાની પણ ચર્ચાઓ થઈ હતી. સાથે જયારે વિકાસના કામો માટે આયોજન મિટીંગ યોજાઈ હતી. જેમાં તાલુકા પ્રમુખ દ્વારા આગામી મિટીંગોમાં ચુસ્તપણે દરેક અધિકારીઓ હાજર રહેવા માટે જણાવ્યુ હતુ.