બાલાસિનોર, મહિસાગર જિલ્લા પંચાયત સંચાલિત પ્રા.શાળાઓમાં વર્ષોથી કાર્યરત મઘ્યાહન ભોજન યોજનામાં વિવિધ ફરિયાદ સામે આવી છે. ત્યારે મહિસાગર જિલ્લાની બાલાસિનોર તાલુકાની 134 શાળાઓમાં વિધાર્થીઓને મઘ્યાહન ભોજન આપવાના નામે જાણે મજાક થઈ રહી હોય એમ લાગી રહ્યુ છે. મેનુ પ્રમાણે બનતા મઘ્યાહન ભોજનમાંથી કઠોળ ગણાતા દેશી ચણા જુલાઈ મહિનાથી ગાયબ થતાં ભુલકાઓના પોષણનુ મઘ્યાહન ભોજન યોજનામાં સંચાલકો નામ ન આપવાની શરતે જણાવી રહ્યા છે કે શાળા શરૂ થયાના ત્રણ માસ વિતવા છતાં આજદિન સુધી ચણાની દાળ આવી નથી અને ગયા મહિનાથી દેશી ચણા પણ હજુ આવ્યા નથી. ત્યારે કઠોળ ગણાતા દેશી ચણા જ ન આવતા બાળકો સુધી પોષણક્ષમ આહાર પહોંચાડવાના સરકારના નિયમોનો છેદ ઉડી રહ્યો છે.