બાલાસિનોર તાલુકાની ડખરીયા પ્રાથમિક શાળાનો 65 મો સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી

બાલાસીનોર,

આ પ્રસંગે મુખ્ય મહેમાનોનું સ્વાગત ફૂલ ચડી થી કરવામાં આવ્યું. વય નિવૃત આચાર્ય કાલિદાસ પટેલ અને વય નિવૃત શિક્ષક હીરાભાઈ વણકર અને ગ્રામના પ્રથમ નાગરિક સરપંચ વાળંદ વિષ્ણુભાઈના નેતૃત્વમાં યોજવામાં આવ્યો. તેમજ પ્રદીપભાઈ પટેલ સી.આર.સી સરોડા અને શાળાના આચાર્ય હિમાંશુભાઈ પટેલ અને શાળાનો સ્ટાફ આ પ્રસંગે હાજર રહ્યા. પ્રાથમિક શાળાની સ્થાપના 01/02/1958 ના રોજ કરવામાં આવી હતી. દીપ પ્રાગટ્ય અને સંસ્કૃતિ કાર્યક્રમ અને કેક કાપી બાળકો દ્વારા આજે શાળાનો સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી. મહેમાન સ્વાગત તેમજ બાળકો દ્વારા અનેક અભિનય ગીત ભજવામાં આવ્યા હતા. આ પ્રસંગે ગામના આગેવાનો, મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા તેમજ પોગ્રામના અંતે શાળાના બાળકોને તિથિ ભોજન કરવામાં આવ્યું.