- યુવતીને પ્રેમજાળમાં ફસાવી ફોટા વાયરલ કરવાની ધમકી આપી દ્દુષ્કર્મ આચર્યું.
બાલાસિનોર તાલુકામાં સરપંચના પદને લજવે તેવું કૃત્ય આચરનાર સલિયાવડી ગ્રામ પંચાયતના સરપંચ રાહુલ ઝાલા સામે યુવતી મરજી વિરૂદ્ધ દુષ્કર્મ આચરતા બાલાસિનોર ટાઉન પોલીસ મથકે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર સલીયાવડી ગ્રામ પંચાયતમાં સરપંચ તરીખે ફરજ બજાવતા રાહુલસિંહ પ્રતાપસિંહ ઝાલા યુવતીના મોબાઈલ નંબર પર અવાર – નવાર ફોન કરી સંપર્ક કરી પ્રેમજાળમાં ફસાવી પોતાને વશમાં નહિ થાય તો પોતાની સાથેના અંગત પળોના પાડેલા ફોટા તથા ઉતારેલા વિડિયો વાયરલ કરવાની ધમકી આપી યુવતીને પોતાના ઘરે બોલાવી યુવતીના મરજી વિરૂદ્ધ બળાત્કાર સંભોગ કરી ગુન્હો આચરતા યુવતી દ્વારા બાલાસિનોર ટાઉન પોલીસ દ્વારા આરોપી રાહુલ પ્રતાપસિંહ ઝાલા સામે ભારતીય ન્યાય સહિતાંની કલમ 64 (1),351 (1) મુજબ ફરિયાદ આપતા બાલાસિનોર ટાઉન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર એ. એન.નિનામા દ્વારા તાત્કાલિક ધોરણે આરોપી રાહુલ ઝાલાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, બાલાસિનોર તાલુકાના સલિયાવડી ગ્રામ પંચાયતના સરપંચ રાહુલ ઝાલા દ્વારા બળાત્કાર જેવો ગંભીર ગુન્હો આચરતા રાજકીય આગેવાનો સહિત સરપંચ એસોયિેશનના સહિત સમગ્ર તાલુકામાં ભારે ચર્ચાઓ વિષય બન્યો હતો.