- ભારે વરસાદ પગલે ડામરરોડમાં મસમોટા ખાડા પડી ગયા હતા.
- પંચમહાલ સમાચાર દ્વારા સમચાર પ્રસિદ્ધ કરતા આરએનબી વિભાગ માર્ગોમાં ખાડા પૂરવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી.
બાલાસિનોર તાલુકામાં આવતા રાજ્ય હસ્તકના માર્ગોની મરામતની કામગીરી પુર જોશમાં ચાલી છે. જ્યારે ઠેર ઠેર ખાડામાંથી પસાર થતા વાહન ચાલકોમાં હાશકારો જોવા મળ્યો છે.
પ્રાપ્ત વિગતો અનુસાર બાલાસિનોર નગર વિસ્તારમાં આવેલા અમદાવાદી ઢાળ, બસ સ્ટેશન, રાજપુર દરવાજા,પોસ્ટ ઓફિસ પાસે, અમૂલ ચિલિંગ સેન્ટર સહિત મહીસાગર જીલ્લાના મુખ્ય મથક લુણાવાડાને જોડતો દેવ ચોકડી તરફ જતા સરવરિયા, દેવ ચોકડી તરફ જતા માર્ગમાં વરસાદમાં એક ફૂટ થી પાંચ ફૂટ લાંબા અને 1 ફૂટ જેટલા ઊંડા મસમોટા ખાડાઓ પડવાથી અનેક વાહનચાલકોના વાહનો પટકાયા હતા.
જેમાં વાહન ચાલકોને નાનીમોટી ઈજાઓ સાથે વાહનોને પણ ભારે નુકસાની પહોંચી હતી. જ્યારે આર એન્ડ બી સ્ટેટ હસ્તકના માર્ગોમાં ખાડા પૂરવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી. જ્યારે તાલુકામાં આવતા રાજ્ય ખાડાઓ પૂરવામાં આવતા વાહનચાલકોએ હાશકારો લીધો હતો.