બાલાસિનોર તાલુકાના રૈયોલી (ડાયનાસોર પાર્ક) ગામે સિંચાઈ સુવિધા આપવા મુખ્યમંત્રીને બાલાસિનોર ના ધારાસભ્ય માનસિંહ ચૌહાણ રજૂઆત કરી

  • મુખ્યમંત્રીને રૂબરૂ મળીને રજૂઆત કરતા બાલાસિનોર ના ધારાસભ્ય માનસિંહ ચૌહાણ.
  • ચોમાસુ આધારિત ખેતી તેમજ પશુપાલનના વ્યવસાય આધારિત જીવન નિર્વાહ કરતા ખેડૂતો.

બાલાસીનોર, વિશ્વના ત્રીજા નંબરનું દેશનું પ્રથમ નંબરનું ડાયનાસોર પાર્ક રૈયોલી ગામમાં આવેલ છે. આ ગામ સિંચાઈ સુવિધાથી વંચિત છે. ગામની મુખ્ય વસ્તી આર્થિક રીતે પછાત વર્ગ છે,ગામનો મુખ્ય વ્યવસાય ખેતી તથા પશુપાલન છે. જે ચોમાસાના વરસાદ આધારિત છે, જેથી પાણીની ખુબ તંગી પડે છે. આમ, પાણીની વિકટ સમસ્યા દૂર કરવા નજીકમાં બાજુના ગામ જેઠોલી ખાતે ભાટિયા સિંચાઇ તળાવ અંદાજે 1.5 કિલોમીટર દૂર છે, જે ભૂતકાળમાં સર્વે થયેલ છે, તે મુજબ આજ તળાવ માંથી શાખા નહેર કાઢી જૂની માગણી મુજબ સિંચાઈ સુવિધા કરી આપવા માટે હું આપને ભલામણ કરૂં છું અને મારા મત વિસ્તારમાં આ સિંચાઈ સુવિધાથી ખેડૂતોમાં પશુપાલકોમો જરૂરથી લાભ થશે તેવી હું આશા રાખું છું. મુખ્યમંત્રી સાથે ધારાસભ્ય માનસિંહજી ચૌહાણ તેમજ પૂર્વ પાંડવા જીલ્લા પંચાયત સદસ્યના પ્રતિનિધિ રૈયોલી હાઈસ્કૂલના આચાર્ય પ્રવીણસિંહ ચૌહાણ મહિસાગર જીલ્લા ભાજપ બક્ષીપંચ મોરચાના ઉપપ્રમુખ છત્રસિંહ કે ચૌહાણ પણ સાથે જોડાયા હતા અને મુખ્યમંત્રીને રજૂઆત કરી હતી.

જ્યારે બીજી રજૂઆત વિશ્વના ત્રીજા નંબરનું અને દેશનું પ્રથમ નંબરનું ડાયનાસોર પાર્ક મ્યુઝિયમ રૈયોલી ખાતે વર્ષ-2019માં તાત્કાલિક મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ઉદ્ઘાટન કર્યું હતું. પરંતુ આ મ્યુઝિયમની આકારણી ગ્રામ પંચાયત રૈયોલીમાં આકારણી કરેલ નથી અને આ પ્રવાસન હસ્તકનો વિભાગ હોય રૈયોલી ગ્રામ પંચાયતને આકારણી કરીને ગ્રામ પંચાયતને નાણાંકીય બાબતો થી સધ્ધર થઈ શકે તે હેતુસર આકારણી કરવા માટે પણ ભલામણ કરવામાં આવી છે.