બાલાસીનોર, બાલાસિનોર તાલુકાના જોરાપુરા ગ્રામ પંચાયત દ્વારા એક સુંદર ઉદાહરણ પૂરૂં પાડ્યું પોતાના ગામની દરેક સુવિધાથી ઉપલબ્ધ કરાવવા માટે સરપંચ રસીલાબેન મુકેશભાઈ પટેલ દ્વારા પ્રાપ્ત વિગતો અનુસાર સરકાર ધ્વારા જે તે ગ્રાન્ટ મળતી હોય તેનો સદ્દઉપયોગ કરી ગામમાં પ્રવેશ દ્વાર, રોડ, ગટર, નલસે જલ યોજના અંતર્ગત 24 કલાક પાણીની સુવિધા અને ટ્રી પ્લાન્ટિનેશન અને ગામની અનેક સુવિધાઓ ઉપલબ્ધ કરાવી જેની મુલાકાતે પંચમહાલ સાસંદ રતનસિંહ રાઠોડ તથા બાલાસિનોરના ધારાસભ્ય માનસિંહ ચૌહાણ અને અમુલ ડેરીના ડિરેક્ટર પૂર્વ ધારાસભ્ય રાજેશભાઈ પાઠક દ્વારા આ ગામની મુલાકાત લીધી હતી. અમુક ફાળો ગામના વડીલોએ પણ તેની અંદર ફાળો આપી સહભાગી બન્યા પ્રાપ્ત વિગતો અનુસાર ગામને સ્માર્ટ વિલેજ બનાવવા ખૂબ જ મહેનત કરી અને બાલાસિનોર તાલુકામાં પ્રથમ નંબરે સ્માર્ટ વિલેજ બનાવવામાં સફળતા મેળવી.