
બાલાસીનોર,પ્રાપ્ત માહિતી મુજબ આજરોજ તાલુકા પંચાયત સીટ જેઠોલી સમાવિષ્ટ આવતા ગામો માટે હું છું મોદી પરિવાર સભા નું આયોજન કરવામાં આવેલ હતું. આ સભામાં બાલાસિનોર તાલુકા ભાજપના પ્રમુખ વિનોદભાઈ ઝાલા, મહામંત્રી નવીનભાઈ પટેલ, યુવા મોરચાના પ્રમુખ રણજીતસિંહ, યુવા મોરચાના મહામંત્રી મૌલિકભાઈ પટેલ, પરબિયા સરપંચ દિલીપસિંહ, જેઠોલીના સરપંચ દિપકભાઈ પંચાલ, તેમજ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો, કાર્યકરો અને ગામલોકોએ સાથે મળીને આ હું છું મોદીનો પરિવાર સભા નું સુંદર આયોજન કરવામાં આવેલ હતું. આ સભા માંઆપણા લોકલાડીલા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા કરવામાં આવેલા દેશ અને દુનિયા ના વિકાસલક્ષી વાતો કરવામાં આવી અને આવનાર સમય માં પણ મોદી ે જે દેશવાસીઓ માટે જે સંકલ્પ લીધો છે, તે પૂરો કરવાના છે. જે બાબતો ની પણ ચર્ચા કરવામાં આવેલ હતી. આ સભામાં ગ્રામજનો પણ બહોળી સંખ્યા માં ઉપસ્થિત રહ્યા અને માહિતગાર થયા હતા.