બાલાસીનોર,
બાલાસિનોર તાલુકાનું એકમાત્ર વેરાસા ગામ આદિવાસીઓનું જેમાં કમલા વિદ્યામંદિર વેરાસા રાજ્ય કક્ષાએ નામના મેળવેલ પ્રાથમિક શાળાના આચાર્ય દ્વારા કોરોના કાળ દરમિયાન સરકાર તરફથી મળતા અનાજ આદિવાસી ગરીબ બાળકો ને ન આપતા બજારમાં સગે વગે કરવામાં આવ્યું.
વારંવાર વાલીઓ સ્કૂલમાં જઈ રજૂઆત કરવા છતાં અનાજ ન મળતા રોસ ભભુકી ઉઠ્યો :
વેરાસાના પ્રાથમિક શાળાના આચાર્ય દ્વારા ફેબ્રુઆરી માસમાં લોકડાઉંન માં ગરીબ બાળકોને અપાતું અનાજ બારોબાર સગે વગે કરી બજારમાં વેચાયાનું વાલીઓ દ્વારા આક્ષેપ કરી રહ્યા છે. ત્યારે આ શાળામાં બાળકોના વાલીઓ અનાજ ન મળવાની ચર્ચા થતાં શાળાના આચાર્ય દ્વારા શાળાના અનાજ નિભાવની રજીસ્ટરમાં બાળકોની ખોટી સહી કરી બાળકોને અનાજ વિતરણ કરેલ છે. એવી ખોટી સહી પણ આ શિક્ષક દ્વારા કરવામાં આવી છે. તેવા આક્ષેપ પણ વાલીઓ અને બાળકો દ્વારા થઈ રહ્યા છે. આ બાબતે ઉપરથી તપાસ થાય તો અન્ય ગ્રાન્ટોનો પૂરેપૂરો ઉપયોગ થયો છે કે કેમ અન્ય કૌભાંડ પણ બહાર આવે તેવી શક્યતાઓ છે.
(બોકસ:
અમુક વાલીઓ મારો સંપર્ક કરતા જણાવેલ કે અમુક બાળકોને અનાજ મળ્યું છે અને અમારા બાળકોને અનાજ મળ્યું નથી તેમ કહેતા મેં તેમને મુખ્ય શિક્ષકનો સંપર્ક કરવા જણાવેલ અને 5:00 વાગ્યા પછી સ્કૂલમાં શું રમત રમાય છે તેની મને ખબર નથી પરંતુ મને જતા બીજા દિવસે મેં રૂમમાં તપાસ કરતા અનાજનો સ્ટોક જોવા મળેલ ન હતો.:-: પરમાર સોમાભાઈ મદદનીશ, શિક્ષક…
બોકસ:
આ આક્ષેપો ખોટા છે અમે અનાજ વિતરણ કરેલ છે જેને નથી મળ્યું એ અમારી પાસે સ્ટોક છે અમે વહેંચીશું.:-
દીપક કુમાર નાથાભાઈ પટેલ, મુખ્ય શિક્ષક….