બાલાસિનોર તાલુકામાં યુરિયા ખાતરનો કાળો કારોબાર : ખેડુતો ઉંચા ભાવે ખાતર ખરીદવા મજબુર

બાલાસિનોર, બાલાસિનોર તાલુકામાં યુરિયા ખાતરનો કાળો કારોબાર બેરોકટોક ધમધમી ઉઠ્યો છે. ત્યારે ખેડુતોના હિતમાં પગલા લે તેવી માંગ ઉઠવા પામી છે.

બાલાસિનોર તાલુકામાં યુરિયા ખાતરનો કાળો કારોબાર કરિયાણાની દુકાન, ઠંડા પીણાનો વ્યાપાર કરતા દુકાનદારો તેમજ પાનનો ગલ્લો કરતા દુકાનદારો બે નંબરમાં લાવી ખેડુતોને પાસે ખાતરની મુળ કિંમત કરતા 100 રૂપિયા જેટલા વધારે લઈ બેરોકટોક કાળો બારોબાર કરી રહ્યા છે. ત્યારે આવા વેપારીઓને કયાં સંઘ કે એજન્સી બે નંબરમાં ખાતર આપે છે તે પણ તપાસનો વિષય છે. ડાંગર પાક લેવાના સમયે માવઠું પડતા ખેડુતો રડ્યા હતા. ત્યાં હાલ ધઉંનુ વાવેતર કરી રહ્યા છે. જેમાં પેલા પિયત સમયે યુરિયા ખાતર સારા ઉત્પાદન માટે ખેડુતો ખેતરમાં નાંખતા હોય છે. ત્યારે કાળો વેપાર કરનાર વેપારીઓ ખેડુતોની સ્થિતિ સામે કાળો કારોબાર કરી મસ્ત બન્યા છે.