બાલાસિનોર તાલુકામાં રોજ થઈ રહ્યું છે વૃક્ષોનું નિકંદન

  • બાલાસિનોર તાલુકામાંથી અનેક ટ્રેક્ટર,ટ્રકો અને ટેમ્પાઓ મારફતે થઈ રહ્યું છે વૃક્ષોના લાકડાઓની હેરાફેરી.
  • પ્રાપ્ત માહિતી મુજબ તમામ ટ્રેકટરો તેમજ ટ્રકો વાળા વેપારીઓ દ્વારા આવી રહી છે કટકી.

બાલાસીનોર,વૃક્ષોનું જતન, વૃક્ષારોપણ, ગ્રીનરી, પર્યાવરણ, ઇકો ફ્રેન્ડલી વગેરે શબ્દો માત્ર ભાષણો પુરતા સિમિત રહી ગયા હોવાનું પ્રતિત થઇ રહ્યું છે. વૃક્ષો ક્રમશ: ઘટી રહ્યા હોવાનું શહેરીજનો અનુભવી રહ્યા છે. ચોમાસામાં વૃક્ષારોપણ માટે ફક્ત ઉદઘાટન સમારોહ પુરતા પાવડા-ખાતર-વૃક્ષો લઇને ફોટા પડાવીને નેતાઓ-અધિકારીઓ જતા રહે છે.

શહેરીજનોના માથે જવાબદારી નાંખીને હાથ અદ્ધર કરી દે છે. વિકાસ કામો પાછળ શહેરમાં વર્ષો જુના અનેક વૃક્ષો અત્યાર સુધી કાપી નંખાયા છે. એ તો ઠીક પરંતુ ચોમાસામાં દર વર્ષે વરસાદ, વાવાઝોડમાં જ હજારો વૃક્ષો પડી જતા હોય છે.

વૃક્ષને ઉછેરતા વર્ષોના વર્ષો વિતી જાય છે. ત્યારે સામાન્ય તકેદારી, માવજત રાખીને વૃક્ષને પડી જતું બચાવી લેવાની તંત્રની બેદરકારી વિકાસનું સમતુલન જાળવવામાં તંત્ર-સત્તાધીશો નિષ્ફળ રહ્યા હોવાની લાગણી કે વિનાશની નિશાની છે, તે તો આવનારો સમય જ બતાવશે!