બાલાસિનોર,
વિધાનસભાની ચુંટણીને ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે બાલાસિનોર તાલુકામાં ચુંટણીને લઈ તાડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. લુણાવાડા કલેકટર કચેરીએ ઈ.વી.એમ.વેરહાઉસથી તમામ કિટોને સ્ટ્રોંગરૂમ ખાતે મુકવામાં આવી હતી.
બાલાસિનોર વિધાનસભા મત વિસ્તારની અંદર બાલાસિનોર, વિરપુર, કપડવંજ અને કઠલાલ તાલુકાઓની અમુક ગ્રામ પંચાયતોનો બાલાસિનોર વિધાનસભામાં સમાવેશ થાય છે.વિધાનસભાની ચુંટણીને લઈને તંત્રએ તાડામાર તૈયારીઓ ચાલુ કરી દીધી હતી. જેમાં બાલાસિનોર વિધાનસભાના 325 બુથ પર વિધાનસભાનુ મતદાન યોજવામાં આવશે. જેને લઈને લુણાવાડા કલેકટર કચેરી ઈ.વી.એમ.વેરહાઉસ થી 392 બેલેટ, યુનિટ 392 કંટ્રોલ યુનિટ અને વીવીપેટની 410 કિટો લાવવામાં આવી હતી. બાલાસિનોર ખાતે સીસીટીવી કેમેરાથી સજજ સ્ટ્રોંગરૂમમાં સીલ સાથે તમામ ઈવીએમ મશીનો મુકીને પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.