બાલાસિનોર તાલુકામાં ચાલતા પંડિત દિન દયાલ ગ્રાહક ભંડાર માં વિજિલન્સ તપાસ કરાવવા લોક માંગ

  • એક બાજુ સાબિત થઈ ગયું છે કે ફિંગર મૂકી દેવાથી પૂરતું રાશન મળી ગયેલ છે.
  • એક દુકાનનો જથ્થો બે સંચાલકો ના નામે કેમ લોકમુકે ચર્ચા તો પ્રશ્ન.
  • ભ્રષ્ટાચાર કરવા માટેની નવી તરકીબ કે પછી બીજું કઈ.

બાલાસીનોર,

મહિસાગર જિલ્લાના બાલાસિનોર તાલુકામાં આવેલી પંડિત દિન દયાલ ગ્રાહક ભંડારની દુકાનોમાં કથીત ભ્રષ્ટાચાર ની વિજિલન્સ તપાસ કરવામાં આવે તેવી ગામડાની ગરીબ અને ભોળી પ્રજાની માગણી છે.

બાલાસિનોર તાલુકાના રૈયેલી ગામે પંડિત દિન દયાલ ગ્રાહક ભંડારની દુકાનના સંચાલક પંકજભાઈ એસ.મહેરા ચલાવે છે, પરંતુ તારીખ 1- 4-2023 નારોજ ગ્રામસભાનું આયોજન કરેલ હતું અને ગ્રામસભામાં સરપંચ અને સંચાલક આમને સામને આવી ગયા હતા અને સંચાલકનો પરવાનો 90 દિવસ માટે રદ કરેલ હતો, પરંતુ પ્રશાસન અને સંચાલક મિલી ભગત કરીને ભ્રષ્ટાચાર કરીને 30 દિવસનો જ કરવાનો રદ થયો. જ્યારે આ સંચાલક ફેબ્રુઆરી માસનો અનાજનો જથ્થો પોતાના નામે કરીને લાવ્યા હતા. તારીખ 23-2-2023 નારોજ અનાજનું વિતરણ કરવામાં આવ્યું હતું. સંચાલક દ્વારા ફિંગર લઈને ઘઉં,ચોખા,ખોડ,તુવેર,દાળ,ચણા, મીઠું આ બધું જ રેશનકાર્ડમાં ભરી દેવામાં આવ્યું છે.

જ્યારે સત્ય હકીકત એવી છે કે, પરવાનો રદ થયો ત્યારે નજીકની દુકાન ફેલસાણી ગામના સંચાલકને રૈયોલી ગામનો પરવાનો ચલાવવાની મંજૂરી ડીએસઓએ આપી હતી. જ્યારે ફેબ્રુઆરી માસનો પરવાનો ચલાવવાની મંજૂરી પંકજભાઈ એસ. મેહરાને આપી છે. હવે જ્યારે ફેબ્રુઆરી માસનો જથ્થો ગ્રાહક લેવા જાય છે, ત્યારે ફિંગર લઈને ખાલી ઘઉં,ચોખાનું જ વિતરણ કરવામાં આવે છે. ખાંડ,દાળ,ચણા આપવામાં આવતું નથી. જ્યારે ફિંગર ગ્રાહક આપે છે ત્યારે પૂરતો જથ્થો ઉપડી ગયો છે, તેવું સાબિત થઈ જાય છે. જ્યારે સંચાલક દ્વારા કહેવામાં આવે છે કે, ખાંડ,ચણા,તુવેર,દાળ આ જથ્થો મારામાં ઉધારેલ નથી અને દિનેશભાઈનામાં છે, તો ફિંગરમાં કઈ રીતે જથ્થો બતાવે છે અને જો દિનેશભાઈને જથ્થો ફાળવેલ હોય તો મામલતદારે અધૂરો જથ્થો વહેંચવાની પરવાનગી કેમ આપી હવે 28 તારીખ આખર તારીખ હોય તો ગ્રાહક ફરી લેવા જવાનો નથી. તો આ ખાંડનો ચણા, તુવેર દાળ આ જથ્થાનો માલિક કોણ મામલતદાર જવાબ આપે.

જ્યારે બીજી બાજુ એવી હકીકત છે કે, ખાંડ,ચણા, તુવેર દાળ આ જથ્થો દિનેશભાઈના નામે છે, એ હું આપી શકું નહીં તો મામલતદાર સાહેબ આપ નક્કી કરો કે આ જથ્થો ગરીબોને મળ્યો છે કે કેમ આ જથ્થાનો માલિક કોણ સરકાર માંથી તો આ જથ્થો ગરીબોના ઘર સુધી પહોંચી ગયો છે. તો આપ સાહેબ આ જથ્થાને શું કરશો માલિક કોણ કે સગે વગે કરવાનું કાવતરૂં છે. ગામડાની ભોળી પ્રજાને છેતરવાનું બંધ કરો અને ભ્રષ્ટાચારીઓને સજા મળે તેવી ગામડાના ગરીબ ભોળી પ્રજાની લોકમાર્ગ છે.