બાલાસિનોર તાલુકા કક્ષાનો વિજ્ઞાન-ગણિત અને પર્યાવરણ પ્રદર્શન બોરીડુંગરી પ્રાથમિક શાળામાં યોજાયો

બાલાસીનોર, બાલાસિનોર તાલુકા કક્ષાનો વિજ્ઞાન-ગણિત અને પર્યાવરણ પ્રદર્શન કાર્યક્રમ તાલુકાના બોરિડુંગરી પ્રાથમિક શાળા ખાતે યોજવામાં આવ્યો હતો. જેમાં બાળ વૈજ્ઞાનિકો દ્વારા વિવિધ પ્રકારની આકર્ષણ વાડી કૃતિઓ રજૂ કરી શિક્ષકો સહિત આવેલા મહેમાનોને ચકિત કરી નાખ્યાં હતાં.

પ્રાપ્ત વિગતો અનુસાર બાલાસિનોર તાલુકા કક્ષાનો કાર્યક્રમ બોરીડુંગરી પ્રાથમિક શાળા ખાતે તાલુકાની 132 પ્રાથમિક શાળાઓના 13 ક્લસ્ટર પૈકી 65 માર્ગદર્શક શિક્ષકો સાથે 130 બાળકો દ્વારા વિવિધ પ્રકારની 65 કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. જેમાં ઓર્ગેનિક ખેતીથી લઈને આજના જમાનામાં વૈજ્ઞાનિક ઢબે માનવ જીવનમાં કઠિન બાબતો હળવાશમાં કેવી રીતે ફેરવવામાં આવે તે પદ્ધતિ અનુસારના પ્રોજેકટ રજૂ કરવામાં આવ્યા હતા. જ્યારે આ કાર્યક્રમના અધ્યક્ષ બાલાસિનોરના ધારાસભ્ય માનસિંહ ચૌહાણના વરદ્દહસ્તે ખુલ્લો મુકવામાં આવ્યો હતો જ્યારે તાલુકાની 132 શાળાના હજારો બાળકોએ આ પ્રદર્શન નિહાળવા આવ્યા હતા. સાથે મહીસાગર પ્રાથમિક શિક્ષણ અધિકારી અવની બા મોરે દ્વારા કૃતિઓ નિહાળી બાળકોને અભિનંદન પાઠવ્યા હતા. જ્યારે આ કાર્યક્રમમાં બાલાસિનોર તાલુકા શિક્ષણ અધિકારી જે.એ પાંડોર બી.આર.સી.હિતેશભાઈ ઉપાધ્યાય રાજ્ય શિક્ષણ સંઘ હોદ્દેદાર નિમેષભાઈ સેવક સહિત તાલુકાના શિક્ષક સંઘ પ્રમુખ નટવરસિંહ સહિત સી.આર.સીઓ, શિક્ષકો અને આગેવાનો ઊપસ્થિત રહ્યા હતા.