બાલાસિનોર સુતારીયા ગામમાં પ્રાકૃતિક ખેતી માર્ગદર્શન શિબિર યોજાઈ

બાલાસીનોર,બાલાસિનોર તાલુકાના સુતારીયા ગામે પ્રાકૃતિક ખેતીના બહોળા પ્રચાર પસાર માટે સુતારીયાના ઉત્સાહી સરપંચ કાનાભાઈ તેમજ મોટી સંખ્યામાં ખેડૂતો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે સરપંચ કાનાભાઈ, કારોબારી અધ્યક્ષ સમિતિના અધ્યક્ષના પ્રતિનિધિ બાલાશિનોર તાલુકા પંચાયત, વિસ્તરણ અધિકારી ખેતી એમ.બી.મકાણી, ગ્રામસેવક પી.એમ.પ્રજાપતિ, બી.જે.ડામોર, આત્મા બી.ટી.એમ.સકીલભાઈ ખેડૂતોને પ્રાકૃતિક અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.