બાલાસીનોર એસ.ટી.ડેપો ખાતે મન કી બાત 100 એપિસોડ પ્રવાસી માટે માટે રજુ કરાયો

બાલાસીનોર,વડાપ્રધાનનો મહીસાગર જિલ્લાના બાલાસિનોર એસટી ડેપો ખાતે કે આર પટેલ ડેપો મેનેજરના અધ્યક્ષ સ્થાને મન કી બાતના 100 માં એપિસોડનું પ્રવાસી મુસાફરો સાથે રજૂ કરવામાં આવેલ. જેમાં બસમાં પ્રવાસીઓ દ્વારા પણ 100 માં એપિસોડમાં મોબાઇલ લેપટોપ અને ટેબલેટ દ્વારા પ્રવાસીઓએ નિહાળેલ જે હજારો પ્રવાસીઓએ આ કાર્યક્રમમાં ભાગ લઈને નીહાળેલ છે. બાલાસિનોર બસ સ્ટેશન ખાતે પદાધિકારીઓ તરીકે રણજીતસિંહ પ્રભાતસિંહ સોલંકી તાલુકા પંચાયત પ્રમુખ બાલાસિનોર તથા હિતેશભાઈ બી. પટેલ, જિલ્લા સંઘ ડિરેક્ટર તથા માજી એપીએમસી ચેરમેન તથા પટેલ દામીન રસિકલાલ, શહેર પ્રમુખ બાલાસિનોર પરસોત્તમભાઈ કટારીયા, અનુસૂચિત જાતિ મોરચા મહામંત્રી તથા કાળીદાસ ચૌહાણ શહેર મંત્રી તથા સંજયભાઈ કે. પરમાર બીએમએસ કાર્યકારી પ્રમુખ તથા કાર્યકર અને ઉપસ્થિત રહેલ તેઓનું સ્વાગત થવા પામેલ સદર કાર્યક્રમ માં ભાગ લેનાર અને હાજર રહેલા તમામ અધિકારી-પદાધિકારી ગણનાઓનો દિપકભાઈ વી. ચૌહાણ જુનિ. આસી.બાલાસિનોર દ્વારા આભાર વ્યક્ત કરેલ.