બાલાસિનોર એસ. ટી ડેપો દ્વારા નવીન બસો શરૂ કરાઈ

બાલાસિનોર, ધારાસભ્ય યોગેન્દ્રસિંહ પરમાર 119-ઠાસરા મતવિસ્તાર નાઓની રજુઆત મુજબ બાલાસિનોર ડેપો ખાતેના ડેપો મેનેજર કૌશિકભાઇ આર. પટેલના દ્વારા રજુઆત મુજબના ગળતેશ્ર્વર, સેવાલીયા તાલુકાના ગામ જેવા કે વણાંકબોરી, લકકડીયા નવા વનોડા, જુના વનોડા, આંબા, મહીઈટાડી સિંગોડી પરબીયા, બર્મા, વેલાના મુવાડા, હાડીયા, હડમતીયા, નવારોઝવા તથા જુના રોઝવા, મેનપુરા જેવા ગામોના વિધાર્થીઓને સીધો લાભ શારદા મંદિર હાઇસ્કુલ/પ્રાથમિક શાળાના અભ્યાસ અર્થે મળી રહે તે હેતુથી ધારાસભ્ય યોગેન્દ્રસિંહ પરમાર 119-ઠાસરા તથા આચાર્ય સંજયભાઇ પટેલ તથા તા.પં.સદસ્ય કમલભાઇ પટેલ અને રિપનભાઇ સામાજીક કાર્યકર તેમજ સરપંચ જતીનભાઇ પટેલ તથા અન્ય પદાધિકારીઓની ઉપસ્થિતીમાં (12) ટ્રીપોનું સંચાલન હાથ ધરવાનો આરંભ કરેલ છે.