- બાલાસિનોરમાં મોડી રાત્રે દેવી પૂજક સમાજના વરઘોડામાં ઘુસી સ્વીફ્ટ કાર.
- સેવાલિયા બાલાસિનોર રોડ પર આવેલ રિલાયન્સ પેટ્રોલ પમ્પ પાસે વરઘોડામાં ઘુસી કાર.
- વરઘોડામાં આવેલ એક મહિલાનું ઘટના સ્થળે મોત અને 20 થી વધુ લોકો ઇજાગ્રસ્ત.
- ઇજાગ્રસ્તોને સારવાર અર્થે સરકારી હોસ્પિટલ ખસેડી, મૃતદેહને પી એમ માટે મોકલી આપ્યો.
બાલાસીનોર,
મહીસાગર જિલ્લાના બાલાસિનોરમાં મધ્ય રાત્રીએ એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. બાલાસિનોર શહેરના સેવાલીયા રોડ પર પેટ્રોલ પંપ પાસે જાનનો વરઘોડો નિકળી રહ્યો હતો. તે સમયે અચાનક લોકો પર કાર ફરી વળી હતી. જેમાં 25 થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે. રાત્રીના સુમારે આશરે 12 થી 1 વાગે વરઘોડો બાલાસિનોર શહેરમાં ફરીને પરત ઘરે ફરી રહ્યો હતો. તે સમયે સેવાલીયા બાજુથી એક સફેદ કલરની સિફ્ટ કાર આવી અને વરઘોડામાં ઘુસી ગઈ. માતેલા સાંઢની જેમ કાર વરઘોડામાં ઘુસી અને 26થી વધુ લોકોને અડફેટે લીધા હતા. ગમખ્વાર અકસ્માત સર્જતાં જિલ્લા પોલીસ વડા રાકેશ બારોટ સહિત ઉુતા પી.એસ.વળવી અને બાલાસિનોર Dysp ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે.