બાલાસિનોર સમયદાન કાર્યક્રમમાં જતી શિક્ષિકાને અકસ્માત , ગંભીર ઇજા

બાલાસિનોર, મહીસાગર જિલ્લામાં વેકેશન દરમિયાન પ્રાથમિક શાળામાં વ્હાલા બાળકોના સમયદાન અંતર્ગત મહિલા શિક્ષિકા જાગૃતિબેન પંડયા શાળાએ જઈ રહ્યા હતા. દરમિયાન બોરી ડુંગરી બસ સ્ટેશન નજીક ટ્રક ચાલકે શિક્ષિકાના મોપેડને અડફેટે મારતા શિક્ષિકાને બંને પગમાં ગંભીર ઇજાઓ પહોંચી હતી. આ બાદ ઘવાયેલા શિક્ષિકાને તાત્કાલિક સારવાર અર્થે અમદાવાદમાં આવેલી ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.