બાલાસિનોર,બાલાસિનોર તાલુકા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એ. બી.દેવધા દ્વારા તાલુકાના ડી.જે. સંચાલકો બેઠક કરી હતી. જેમાં જણાવ્યું હતું કે, આગામી સમયમાં આવનાર રમઝાન ઈદ તથા લોકસભા સામાન્ય ચૂંટણી-2024 અન્વયે શાંતિ સમિતિની મિટિંગ તથા ડી.જે. માલિકો અને સંચાલકોની મીટિંગ યોજવામાં આવી હતી. મિટિંગમાં અત્યંત ધીમા અવાજે લાઉડ-સ્પીકર વગાડવું, ટ્રાફિકના નિયમોનું પાલન કરવું, બિભત્સ ગીતોના વગાડવા તથા આદર્શ આચાર સંહિતાનું પાલન કરવું, અન્ય ધર્મની લાગણી દુભાય નહિ તેવા ગીતો વગાડવા નહિ, જેવી બાબતોથી માહિતગાર કરવામાં આવેલ.