બાલાસિનોર રૂલર પોલીસ કેડી મંદિર પાસે વાહન ચેકીંગ હતી અને સફેદ કલરની કાર આવતા ઉભી ના રાખતા પીછો કરી પોલીસે 1 લાખ 48 હજારનો દારૂ ઝડપ્યો : કાર ચાલક ફરાર

બાલાસીનોર,બાલાસિનોર રૂલર પોલીસ વાહન ચેકિંગ દરમિયાન કેડી મંદિર પાસે આવેલા રોડ પર બેરીકેટ મૂકી તપાસ કરી રહી હતી. તે સમય દરમિયાન સફેદ કલરની કાર આવતા કાર ચાલે કે ગાડી ઉભી ના રાખતા પોલીસે કારનો પીછો કરી રૂપિયા 1,48,000 નો વિદેશી દારૂ ઝડપી પાડ્યો હતો.

પોલીસ પાસેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર બાલાસિનોર રૂલર પોલીસ વાહન ચેકિંગ દરમિયાન ઊભા રહ્યા હતા. ત્યારે વીરપુર-ધોરી ડુંગરી રોડ પરથી એક સફેદ કલરની કાર જેનો રજીસ્ટ્રેશન નંબર જી.જે.16 બી.સી.3459 નંબરની કાર આવતા પોલીસે ઊભા રહેવા માટે ઇસારો કરતા કાર ચાલકે કાર ઊભી ના રાખતા પોલીસે કારનો પીછો કરતા કાર ચાલકે પાંડવા નજીક આવેલા ભગાબારીયા ગામની સીમમાં કાર મૂકી નાશી છૂટયો હતો. જ્યારે પોલીસે કારની તપાસ કરતા વિદેશી દારૂની 1116 નંગ મળી આવ્યા હતા જેની કિંમત 1,48,164 સાથે 4,48,164નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. જ્યારે ફરાર કાર ચાલક સામે પોલીસે ગુંહોનોધી તપાસ હાથ ધરી છે અત્રે ઉલ્લેખનીય છે કે, મોટા પ્રમાણમાં બાલાસિનોરમાં વિદેશી દારૂ કોણ મંગાવી રહ્યું છે. તેની તપાસ પણ પોલીસદ્વારા કરવામાં આવે તે જરૂરી છે.