બાલાસીનોર,બાલાસિનોર વિધાનસભા મત વિસ્તારમાં વિશ્ર્વના ત્રીજા નંબરનું અને દેશના પ્રથમ નંબરનું ડાયનાસોર ફોસિલ પાર્ક ખાતે બાલાસિનોર વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય માનસિંહ ચૌહાણના અધ્યક્ષ સ્થાને બાલાસિનોર વિધાનસભા મત વિસ્તારના બુથ નંબર 133 માં મન કી બાત કાર્યક્રમ નિહાળવામાં આવ્યો. સાથે ગુજરાત પ્રદેશ ભાજપ બક્ષીપંચ મોરચાના કારોબારી સભ્ય અજમેલસિંહ પરમાર, બાલાસિનોર વિધાનસભાના સંયોજક ભારતસિંહ પરમાર, મહિસાગર જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચાના ઉપપ્રમુખ છત્રસિંહ કે. ચૌહાણ, ચૌહાણ બાલાસિનોર તાલુકા પંચાયત સદસ્યાના પ્રતિનિધિ કે.પી.ચૌહાણ, ગામના સરપંચના પ્રતિનિધિ કે.કે.વણકર, પૂર્વ સરપંચ ગુલાબસિંહ ચૌહાણ, દૂધ મંડળીના સેક્રેટરી અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો ગામના વડીલો આગેવાનો ઉપસ્થિત રહ્યા.