બાલાસિનોર, બાલાસિનોર અંજુમન એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત બાલાસિનોર પબ્લિક ઇંગ્લીશ મીડીયમ સ્કુલ ખાતે વાર્ષિક ઉત્સવ યોજાયો હતો. જેમાં નર્સરી થી લઈને આઠ ધોરણ સુધીના બાળકોએ આકર્ષિત કુર્તીઓ રજૂ કરી હતી. જેમાં નર્સરી થી લઈને ધોરણ આઠ સુધી અભ્યાસમાં પ્રથમ હરોળમાં રહેલા વિદ્યાર્થીઓને એવોર્ડ આપવામાં આવ્યા હતા. આ પ્રસંગે અંજુમન એજ્યુકેશનના ટ્રસ્ટી સમીરભાઈ શેખ, પોલીસ ઇન્સ્પેક્ટર એમ.વી.ભગોરા,જીગરભાઇ પટેલ, એશ્ર્વર્યાબેન વાઘેલા સહિત ભારે સંખ્યામાં આગેવાનો અને વાલીઓ સાથે અંજુમન એજ્યુકેશન ટ્રસ્ટના સમસ્ત સ્ટાફગણ ભારે સંખ્યામાં ઉપસ્થિતિ રહ્યા હતા. જ્યારે બાળકો દ્વારા દેશભક્તિ, ભાઈચારો અને વૃક્ષ છેદન સંદર્ભમાં કૃતિઓએ આકર્ષણ જણાવ્યું હતું.