બાલાસીનોર પોલીસ ટી જંકશન ચોકડી પાસેની ચોરીની બાઈક સાથે ઈસમને ઝડપી બાઈક ચોરીનો ગુન્હો ડીટેકટ કર્યો

બાલાસીનોર,બાલાસીનોર પોલીસના વાહન ચેકીંગ દરમિયાન નંબર વગરની બાઈક ચાલક પાસેથી કાગળો માંગતા કાગળો પોતાની પાસે ન હોવાનું જણાવતા પોલીસની પુછપરછ દરમિયાન પાંચ માસ પહેલા ટી જંકશન ત્રણ રસ્તા પાસેથી ચોરીની કબુલાત કરતા પોલીસ બાઈક ચોરીનો ભેદ ઉકેલવામાં સફળતા મેળવી છે.

પ્રાપ્ત વિગતો મુજબ બાલાસીનોર પોલીસ વાહન ચેકીંગ હોય દરમિયાન નંબર વગરની હિરો કંપનીની બાઈકના કાગળો આરોપી પ્રકાશ ઉર્ફે પકો પર્વતભાઈ રાઠોડ (રહે. ફાગવેલ તાબેના પોયડા, જી.ખેડા) પાસે ભાગ્યા હતા. આરોપીએ કાગળો અંગે ગલ્લાતલ્લા કરતાં પોલીસ પોકેટ કોપ મોબાઈલ તેમજ ઈ-ગુજકોપમાં બાઈક ચોરીની હોવાનું સામે આવતાં આરોપી આકરી પુછપરછ કરતાં આરોપી પ્રકાશ રાઠોડે આ બાઇક પાંચ મહિના પહેલા બાલાસીનોર ટી જકંશન ત્રણ રસ્તા પાસેથી ચોરીની કબુલાત કરતાં પોલીસે ચોરીની બાઇક કિંમત 65,500/-ના મુદ્દામાલ કબ્જે લઈ ચોરીની બાઈકનો ગુન્હો ડીટેકટ કર્યો.