બાલાસીનોર પોલીસ મથકના ગુનામાં વોન્ટેડ આરોપી બસ સ્ટેશન ગેટ પાસે ઉભેલ છે. તેવી બાતમીના આધારે પોલીસે આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા.
પ્રાપ્ત વિગતો મુજબ બાલાસીનોરમાં ફરિયાદી બહેનને બે ઈસમો નયનભાઇ વિનોદભાઇ કતરીયા, હિતેશભાઇ હિરાભાઇ ચૌહાણ એ મહિલાની લાજ લેવાના ઇરાદે અપશબ્દો બોલી મહિલાનો પીછો ગુનો કરેલ હોય આ બાબતે બાલાસીનોર પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. આરોપી ઈસમો અંગે પોલીસને બાતમી મળી હતી કે, બસ સ્ટેશનના ગેટ પાસે ઓટો રીક્ષાની રાહ જોઈ રહ્યા છે. તેવી બાતમીના આધારે બન્ને આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા.