બાલાસીનોર પોલીસે ચોરી થયેલ મોબાઈલ ટેકનીકલ એનાલીસીસના આધારે બોરસદથી આરોપીને ઝડપ્યો

બાલાસીનોર,

બાલાસીનોર પોલીસ મથકે નોંધાયેલ મોબાઈલ ચોરીની ટેકનીકલ એનાલીસીસના આધારે તપાસ કરી બોરસદ, તા. આણંદના ઈસમને ચોરીના મોબાઈલ સાથે ઝડપ્યો.

પ્રાપ્ત વિગતો મુજબ બાલાસીનોર કુંભારવાડા પાસેથી હેમંતકુમાર પંકજભાઈ દલવાડીનો મોબાઈલ ચોરી થતાં પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે મોબાઈલ શોધવા માટે ટેકનીકલ એનાલીસીસના આધારે તપાસ કરી મોબાઈલનું લોકેશન બોરસદ ખાતે મળતાં પોલીસે મુસ્તકીમમીંયા ઈસુબમીયા મલેક (બોરસદ, તા. આણંદ)ની ચોરીના 15,000/-રૂપીયાના મોબાઈલ સાથે આરોપીને ઝડપી પાડવામાં આવ્યો.