બાલાસીનોર પોલીસ બાતમીના આધારે ટેરેનો ગાડીમાં લવાતા 1.37 લાખનો વિદેશી દારૂ ઝડપી પાડયો

બાલાસીનોર,બાલાસીનોર પોલીસ પેટ્રોલીંગમાં હોય દરમિયાન બાતમી મળી હતી કે, ટેરેના ગાડીમાં ઈંગ્લીશ દારૂનો જથ્થો ભરીને કઠલાલ થી બાલાસીનોર તરફ આવતી હોય તેવી ચોકકસ બાતમીના આધારે નાકાબંધી કરી ગાડી માંથી વિદેશી દારૂની નાની મોટી બોટલો નંગ-1387 કિંંમત 1,37,974/-રૂપીયા અને ગાડી સાથે 2,87,974/-ના મુદ્દામાલ સાથે ચાલકને ઝડપી પાડવામાં આવ્યો.

પ્રાપ્ત વિગતો મુજબ બાલાસીનોર પોલીસ રાત્રીના સમયે પેટ્રોલીંગમાં હતા. દરમિયાન બાતમી મળી હતી કે, સફેદ કલરની ટેરેનો ગાડી નં. જીજે.23.બીડી.6363ના ચાલકે ખેડાના કઠલાલ તરફથી ઈંગ્લીશ દારૂનો જથ્થો ભરીને બાલાસીનોર તરફ આવી રહ્યો હોય તેવી બાતમીના આધારે પોલીસે નાકાબંધી કરી બાતમીળાવી ગાડીને ઝડપી પાડવાની કોશિષ કરતાં રાતના અંધારામાં ગાડી મુકી નાશી છુટીયો હતો. પોલીસના ચેકીંગ દરમિયાન ગાડી માંથી ઈંગ્લીશ દારૂની નાની મોટી કાચની બોટલો નંંગ-1387 કિંમત 1,37,974/-રૂપીયા ગાડી કિંમત 1,50,000/-રૂપીયા મળી કુલ 2,87,974/-રૂપીયાના મુદ્દામાલ ઝડપી પાડી. આ બાબતે બાલાસીનોર પોલીસે પ્રોહિબીશન એકટ હેઠળ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી.