બાલાસિનોર,બાલાસિનોર તાલુકાના પિલોદરા રોડ પર આવેલા રળિયાતા પાસે નીલગાય આવી જતા બે ને અકસ્માત નડ્યો હતો. જેઓને ગંભીર અકસ્માત સર્જાતા અમદાવાદ ખાતે ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.
પ્રાપ્ત વિગતો અનુસાર બાલાસિનોર તાલુકામાં આવેલાં પિલોદરા રોડ પર મોટર સાઇકલ લઇને બાલાસિનોર તરફ આવતા હતા. ત્યારે રડિયાતા નજીક નીલગાય આવીજતા મોટર સાઈકલ પર સવાર બે યુવાનો રોડ પર પટકાયા હતા. જેમાં મોટર સાઇકલ સવાર અંકિતભાઈ રયજીભાઈ પટેલીયા અને પટેલ બળદેવભાઈ મણીભાઈ બંને રહે પિલોદરાને માથાના અને શરીરના ભાગે ગંભીર ઈજાઓ થતાં અમદાવાદ ખાતે આવેલી ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.