
બાલાસિનોર નગર વિસ્તારમાં આજરોજ પરંપરાગત ધામધૂમથી 136 રથયાત્રા નગરના વિવિધ રસ્તાઓ પર વાજતે – ગાજતે નીકળતા વાતાવરણ ભક્તિમય બની ગયું હતું.
મળતી વિગતો અનુસાર બાલાસિનોર નગર વિસ્તારમાં આવેલા રણછોડરાય ભગવાનનું રામજી મંદિર પૌરાણિક મંદિરમાં આજરોજ રાજાધિરાજ શ્રી રણછોડ રાયની ઐતિહાસિક 136મી રથયાત્રા સવારના સવારના 11 કલાકે પ્રસ્થાન કરી નગરના વિવિધ માર્ગો પર જય રણછોડ… માખણચોર.. જય શ્રી રામ નારા સાથે નગરનું વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. આ રથયાત્રામાં યુવા નેતા પાર્થભાઈ પાઠક ઉપસ્થિત રહ્યા હતા. સંદર્ભે પોલીસ અધિક્ષક ટી.વી.ડોડીયા અને પોલીસ ઇસ્પેક્ટર એ.એન.નિનામા, ઇન્સ્પેક્ટર એ.બી.દેવધા સહિત છ જેટલા પીએસઆઈ અને પોલીસ સ્ટાફ ખડેપગે તૈનાત રહ્યો હતો. સમગ્ર રથયાત્રા શાંતિપૂર્વક સંપન્ન થઈ હતી.