બાલાસીનોર પાંડવા ખાતે વિવાદમાં આવેલી જમીનમાં નવો વળાંક આવ્યો

  • પાંડવા ગ્રામ પંચાયતમાં સભ્ય ગેર હાજર હોવા છતાં ઠરાવમાં અન્ય ઈસમો દ્વારા ખોટી સહીઓ કરાવી .
  • ના.કલેકટર અને તાલુકા વિકાસ અધિકારીને લેખિતમાં જાણ કરાઈ.

બાલાસિનોર તાલુકાની રાજકીય રાજધાની ગણાતા પાંડવા ગામમાં ગ્રામપંચાયતના તત્કાલીન તલાટી દ્વારા 2020 સાલમાં ઠરાવ કરી સરકારી જમીન નામે કરવાના મામલે નવો વળાંક જોવા મળ્યો છે. જેમાં નાયબ કલેકટર અને તાલુકા વિકાસ અધિકારીને લેખિતમાં જાણ કરવામાં આવતા ગેરરીતિ કરેલા ઠરાવમાં નવો વળાંક જોવા મળ્યો છે.

બાલાસિનોર નાયબ કલેકટરને લેખિત પાંડવા ગામના જેઠાભાઈ વણકર, જયંતકુમાર માંયાવંશી,જીતેન્દ્રકુમાર અમીન અને લાલાભાઇ માયાવંશી દ્વારા લેખિતમાં ના.કલેક્ટરને જાણ કરવામાં આવી છે કે પાંડવા ગ્રામ પંચાયતમાં અરૂણાબેન ભાભોર સભ્ય હતા તેઓના પતિ પાંડવ ખાતે નોકરી દરમ્યાન કુદરતી અવસાન થતાં પોતાના વતન જતાં રહ્યા હતા, પરંતુ એસ.ટી. સીટ આવતા ફોર્મ ભરેલું હતું. પરંતુ દરેક મિટિંગમાં હાજર ના રહી શકવાથી રાજીનામું આપી દીધું હતું. તેમજ ગ્રામપંચાયતમાં કોઈપણ ઠરાવમાં તેઓએ સહી કરેલ નથી.

જ્યારે પાંડવા ખાતે હરખાબાવાની મઢી માટે 1000 ચો.મી. જમીન ફાળવવી કરી જેમાં અરૂણાબેનની ખોટી સહી કરનાર ઈસમ સામે કાયદેસરની તપાસ કરવા માટે લેખિતમાં જાણ કરી છે. ત્યારે પાંડવા ગામના પૂર્વ સરપંચ બાબુભાઈ રાવળે પણ આવેલ અરજી સંદર્ભે નિયમોથી અજાણ હોય તેઓએ પણ સક્ષમ અધિકારીને સલાહ સૂચન બાદ નિર્ણય લેવા જણાવ્યું હતું. તે છતાં તત્કાલીન તલાટી અરૂણ ચૌહાણ ઠરાવ મંજૂર કરી જમીન ફાળવી દેતાં ભારે વિવાદ સર્જાયો છે. ત્યારે વિવાદ કેસમાં નવો વળાંક આવતા તત્કાલીન તલાટી સામે ઉચ્ચ અધિકારીઓની ઊંડી તપાસ કરવાની ફરજ પડી છે.