બાલસીનોર પાલિકામાં સમાવિષ્ટ નવાપુરા ગામની પીવાના પાણીની સમસ્યાની રજુઆ માટે ગયેલ મહિલાઓ ઉશ્કેરાઈ પાલિકામાં તોડફોડ કરી

  • પીવાના પાણીની સમસ્યાની રજુઆત સાંભળવા અધિકારી હાજર ન મળતાં મહિલાઓ ઉશ્કેરાઈ.

બાલાસીનોર,મહિસાગર જીલ્લાના બાલાસીનોર પાલિકામાં સમાવિષ્ટ નવાપુરા ગામ છેલ્લા ધણા વર્ષોથી પીવાના પાણીની સમસ્યા હોય પાલિકાને અનેક રજુઆત છતાં પીવાના પાણીની સમસ્યા હલ કરવામાં નિષ્ફળ રહેતા આજરોજ મહિલાઓ પાલિકા કચેરી પહોંચી હતી અને જવાબદાર અધિકારી નહિ મળતાં ઉશ્કેરાયેલ મહિલાઓ દ્વારા પાલિકા કચેરીમાં તોડફોડ કરવા આવતાં પોલીસે દોડી આવી મામલો સંભાલી લીધો હતો.

બાલાસીનોર નગર પાલિકામાં સમાવિષ્ટ કરવામાં આવેલ નવાપુરા ગામમાં છેલ્લા ધણા વર્ષોથી પીવાના પાણીની સમસ્યા હોય નવાપુરા ગામના સ્થાનિકા દ્વારા અવારનવાર લેખિત અને મૌખિક રજુ કરવામાં આવી હોય તેમ છતાં પાલિકામાં સમાવિષ્ટ નવાપુરા ગામની પીવાના પાણીની સમસ્યાનો ઉકેલ કરવામાં આવ્યો ન હોય જેને લઈ નવાપુરા ગામની મહિલાઓ આજરોજ બાલાસીનોર પાલિકા કચેરીમાં રજુઆત માટે પહોંચી હતી. પીવાના પાણીની સમસ્યાથી પરેશાન મહિલાઓ પાલિકા કચેરીએ જતા કચેરીમાં કોઈ જવાબદાર અધિકારી કચેરીમાં હાજર ન હોય જેને લઈ રજુઆત માટે પાલિકા કચેરી ખાતે ગયેલ મહિલાઓ ઉશ્કેરાઈ ગઈ હતી અને પાલિકા કચેરીમાં તોડફોડ કરી પાલિકા કચેરીને બાનમાં લેતા મહિલાઓને ઉશ્કેરાઈ જોઈને પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસ પાલિકા કચેરી ખાતે આવીને મામલો થાળે પાડયો હતો. પાલિકામાં મહિલાઓ દ્વારા તોડફોડની જાણ થતાં પાલિકા સ્ટાફ પણ કચેરીમાં દોડી આવ્યા હતા.