બાલાસિનોર,બાલાસિનોર તાલુકાના અથવાળ થઈને ભાથલા ગામને જોડતો માર્ગ વીસ વર્ષ અગાઉ તંત્ર દ્વારા બનાવાયો હતો. જે માર્ગ હાલ બિસ્માર થઈ જતાં ત્યાંથી પસાર થતાં વાહનચાલકોને નાના-મોટા અકસ્માતનો સામનો કરવાનો વારો આવ્યો છે.
બાલાસિનોર તાલુકાના ઓથવાડ ગામની ભાથલા ગામને જોડતો ડામર રોડ પર મસમોટા ખાડાઓ પડી જવાના કારણે આ માર્ગ પરથી પસાર થવુ મુશ્કેલ બન્યુ છે. આ માર્ગ અતિશય સાંકડો હોવાના કારણે પણ એક વાહન આવે તો બીજુ વાહન કયાં ઉભુ રાખુ તે મોટી સમસ્યા છે. જેથી આ માર્ગનુ તાત્કાલિક ધોરણે રિપેરીંગ કરાવી નવો માર્ગ બનાવવામાં આવે તેવી ઉગ્ર માંગ ઉઠવા પામી છે. હાલ પણ આ માર્ગ પર વધુ પડતા ખાડાઓના કારણે અકસ્માતોના રોજ નાના-મોટા બનાવો બનતા રહે છે. રાજય પંચાયત વિભાગના અધિકારીના જણાવ્યા મુજબ આ માર્ગ રિસર્ફેસિંગ માટે મંજુર કરી દેવામાં આવ્યો છે. જેની ટેન્ડર પ્રક્રિયા હાલ પુર્ણ થઈ છે. તેમજ વર્કઓર્ડર મળતા કામ ચાલુ કરી દેવાશે.