બાલાસિનોર,બાલાસિનોર તાલુકાની કસ્તુરબા ગાંધી બાલિકા વિઘાલયમાં અભ્યાસ અર્થે આવતી બાલિકાઓ પાસે સફાઈ કરાવવામાં આવે છે. આ સ્થિતિ માત્ર બાલાસિનોરમાં જ નહિ પરંતુ અન્ય શાળાઓમાં પણ જોવા મળે છે. જેમાં બાળક-બાલિકાઓ પાસે શાળા સંકુલની સફાઈ કરાવવાની સાથે સાથે તેમની પાસે કચરાનો નિકાલ કરાવવાની માંડીને મઘ્યાહન ભોજનના વાસણો ધોવડાવવામાં આવતા હોવાનુ જાણવા મળી રહ્યુ છે.
શાળાઓમાં શિક્ષકો દ્વારા બાલિકાઓને સ્વચ્છતાંનો પાઠ ભણાવવામાં આવે છે. જેના બદલે ઉલ્ટુ ચિત્ર કસ્તુરબા ગાંધી બાલિકા વિઘાલયમાં જોવા મળી રહ્યુ છે. એક બાજુ રાજય સરકાર સ્વચ્છતાં અભિયાનના નામે મસમોટી ગુલબાંગો પોકારે છે. અને કરોડો રૂપિયાની ગ્રાન્ટો સ્વચ્છતાંના નામે ફળવાય છે અને વેડફાય છે. ત્યારે કસ્તુરબા ગાંધી બાલિકા વિઘાલયમાં બાલિકાઓ પાસે શાળા પરીસરની સફાઈ કરાવવામાં આવી રહી છે. બાલિકાઓ પાસે કચરો વળાવી સફાઈ કરાવતા સંચાલકો દ્વારા સફાઈની ગ્રાન્ટ કયાં વાપરવામાં આવે છે ? તેને લઈને પણ અનેક સવાલો ઉભા થયા છે. સરકાર સ્વચ્છતાં અભિયાનની સાથે સાથે ક્ધયા કેળવવાની જેવી પ્રવૃત્તિઓ ચલાવી રહી છે તો શુ આવી રીતે ક્ધયા કેળવાશે ?તે માટે માટે અધિકારીઓની કામગીરી પણ શંકાના દાયરામાં આવી રહી છે. જેથી વહેલી તકે લાગતા વળગતા તંત્ર દ્વારા શાળા સંચાલકો સામે તપાસ કરી કાર્યવાહી હાથ ધરાય તેવી માંગ ઉઠવા પામી છે.