બાલાસીનોર, મહિસાગર જીલ્લાના બાલાસીનોરના વણાંકબોરી ગામના આરોપીએ સગીરા સાથે ઈજજત લેવાના ગુનામાં નોંધાયેલ ફરિયાદનો કેસ લુણાવાડા એડીશનલ સેશન્સ જજની કોર્ટમાં ચાલી જતાં આરોપીને 3 વર્ષની સજા અને 25,000/-નો દંડ ફટકારવામાં આવ્યો.
વિસ્તૃત વિગતો મુજબ બાલાસીનોર તાલુકાના વણાંકબોરી ગામે રહેતા આરોપી ગૌરવ ઉર્ફે જોન્ટી વિનોદભાઇ ચૌહાણ એ 2022માં સગીરાની એકલતાનો ઈજજત લેવામાં ગુનામાં પોકસો હેઠળ ફરિયાદ નોંધાઈ હતી. આ ગુન્હામાં લુણાવાડા એડીશનલ સેશન્સ જજની કોર્ટમાં સ્પે.પોકસો કેસ શરૂ થયો હતો. આ કેસમાં સરકારી વકીલ જયવીરસિંહ જે.સોંલંકીની દલીલોને ગ્રાહ્ય રાખવામાં આવી હતી. સ્પે.પોકસો જજ જે.એન.વ્યાસ દ્વારા આવા ગુનામાં આરોપીને સમાજમાં દાખલો બને તેવો ચુકાદો આપતાં આરોપી ગૌરવ ઉર્ફે જોન્ટી ચૌહાણને 3 વર્ષની સખત કેદની સજા અને 25,000/-રૂપીયાનો દંડ ફટકારવામાં આવ્યો.