બાલાસીનોર, બાલાસીનોરના સરોડા ગામ જતાં માર્ગ ઉપર ડીવાયએસપી અને પી.આઇ. પેટ્રોલીંંગમાં હતા. દરમિયાન અસ્થિર મગરના ઈસમ મળી આવતાં સોશ્યલ મીડીયાના માધ્યમથી વાલીવારસોને શોધીને ઈસમને સોંપવામાં આવ્યો.
વિસ્તૃત વિગતો મુજબ બાલાસીનોર ડીવાયએસપી અને પીઆઈ ટાઉન વિસ્તારમાં પેટ્રોલીંંગમાં નિકળેલ હતા. દરમ્યાન સરોડા ગામ તરફ જતાં રોડ ઉપરના અસ્થિર મગજના ઈસમ મળી આવેલ તેનું નામ પૂછતા પોતે કલ્પેશ નવાભાઈ બતાવતો હોય જેના આધારે પોલીસે સોશ્યલ મીડીયાના માધ્યમથી વાલીવારસોની શોધખોળ કરતા જણવા મળ્યું હતું. ઈસમ મોટીરાડ તા.ડીંટવાસ જણાઈ આવતાં વાલીવારસોનો સંપર્ક કરતાંં ઈસમના કાકા જેસીંંગભાઈ અરજનભાઈ તાવીયાડ પોલીસ મથકે આવી પોતાના ભત્રીજા હોવાની ઓળખ આપતાં કલ્પેશ તાવીયાડને સોં5ી બાલાસીનોર પોલીસે પ્રસંશનિય કામગીરી કરવામાં આવી છે.