બાલાસિનોરના રૈયોલીના ડાયનોસોર પાર્ક સુધી જવા માટે બસની સુવિધાના અભાવે પ્રવાસીઓને પરેશાની

લુણાવાડા,
મહિસાગર જિલ્લાના બાલાસિનોર તાલુકામાં આવેલા રૈયોલી ગામ ખાતે વિશ્ર્વના ત્રીજા નંબરનો અને ભારતમાં પ્રથમ નંબરનો ડાયનોસોર ફોસિલ પાર્ક આવેલો છે. આ ફોસિલ પાર્કને જોવા માટે બાલાસિનોર અને ગુજરાતના અન્ય મોટા શહેરોમાંથી મુલાકાતીઓ આવે છે. આ ગામ સુધીની બસ સુવિધા નહિ હોવાથી ડાયનોસોર પાર્ક જોવા આવતા મુલાકાતીઓને મુશ્કેલી પડતી હોય છે. રૈયારી ગામની ગ્રામ પંચાયતે આગામી સમયમાં બસ સેવા શરૂ નહિ કરે તો ગ્રામસભામાં હાજર ગ્રામજનો દ્વારા આવનારી વિધાનસભાની ચુંટણીનો બહિષ્કાર કરવામાં આવશે તેવો ઠરાવ પસાર કર્યો છે. તા.26 જુને રૈયાલીમાં દેશનો સોૈથી મોટો ડાયનોસોર ફોસિલ પાર્ક બન્યો છે.

બાલાસિનોર ખાતે 11 કિ.મી.ના અંતરે આવેલા રૈયોલી ગામે વિશ્ર્વવિખ્યાત પાર્ક તા.26 જુનના દિવસે ગુજરાતના મુખ્યમંત્રીના હસ્તે રૂ.16.50 કરોડના ખર્ચે તૈયાર થયેલા ડાયનોસોર મ્યુઝીયમ ફેઝ-2નુ લોકાર્પણ કર્યુ હતુ. ડાયનોસોર પાર્ક જોવા માટે દેશ-વિદેશથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવે છે. પરંતુ ડાયનોસોર પાર્ક ખાતે બસની સુવિધા નહિ હોવાથી સહેલાણીઓને તકલીફ પડી રહી છે. ડાયનોસોર પાર્ક જોવા માટે મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવે તો રૈયોલી ગામના ગ્રામજનોને આવકમાં પણ વધારો થાય તે હોઈ પાયાની સુવિધા બસ નહિ હોઈ ગ્રામજનો અને નાના-મોટા વેપારીઓની આવકમાં ફટકો પડી રહ્યો છે. ગામના વિધાર્થીઓને પણ શાળા-કોલેજ જવા-આવવા માટે પરેશાની થઈ રહી છે. પાયાની સુવિધાના અભાવે ગ્રામજનોની ચુંટણી બહિષ્કારની ચિમકી આપી છે. ગુજરાતના અન્ય મોટા શહેરોમાંથી સીધી ડાયનોસોરને પાર્કને જોડતી બસ સુવિધા ચાલુ કરવામાં નહિ આવે તો આગામી વિધાનસભાની ચુંટણીમાં સમસ્ત ગ્રામજનો દ્વારા ચુંટણીનો બહિષ્કાર કરવામાં આવશે. તે પ્રકારનો ઠરાવ રૈયોલી ગ્રામ પંચાયતમાં ગ્રામસભા દરમિયાન કરવામાં આવ્યો છે.