બાલાસીનોર,
બાલાસિનોર તાલુકામાં આવેલ રૈયોલી ગામે સસ્તા અનાજની દુકાનના સંચાલક વિરૂદ્ધમાં થયેલ કાર્યવાહીને અનુસંધાને સસ્તા અનાજની દુકાનનો ફરવાનો રદ કરવામાં આવ્યો છે. પરંતુ આ સસ્તા અનાજની દુકાનનો પરવાનો ફેલસાણી ગામના સંચાલકને આપવામાં આવ્યો છે, પરંતુ દુકાનનું સંચાલન પંકજભાઈ સુખાભાઈ મહેરાના મળતીઓ દ્વારા કરવામાં આવે છે અને એક ખાનગી મકાનમાં બેસીને લેપટોપ દ્વારા ફિંગર લેવામાં આવે છે અને કુપન કાઢવામાં આવતી નથી અને પરવાનો પહેલોની જેમ જ ઓછું અનાજ આપવામાં આવે છે, પરંતુ અધિકારીઓની હજુ સુધી આંખ નથી ઉગડી. આમાં અધિકારીઓની મિલી ભગત બહાર આવી છે અને સંચાલકને બચાવી લેવામાં આવે છે.
તા.4.1.2023 ના રોજ મળેલી ગામ સભામાં સસ્તા અનાજની દુકાનના સંચાલકની વિરૂદ્ધમાં ગ્રામસભામાં અનુસૂચિત જાતિના મહિલા સરપંચને હોદ્દાની ગરિમા જાળવવામાં સસ્તા અનાજની દુકાનના સંચાલક પંકજભાઈ ગ્રામસભામાં તારો અવાજ બંધ કર અને તારાથી જે થાય તે કરી લે આવા શબ્દોનો પ્રયોગ કર્યો હતો છતાં અધિકારીઓ મૌન ધારણ કરીને બેઠા છે. ગુજરાતની સરકાર મહિલા સશક્તિકરણની વાતો કરે છે અને આવા અનાજ માફી આવો મહિલાઓનું અપમાન કરે છે. આ સમગ્ર ઘટના પરથી એવું લાગી રહ્યું છે કે, અધિકારીઓ અને સંચાલકો ગરીબ પ્રજાને લૂંટી રહ્યા છે. મળતી માહિતી મુજબ સસ્તા અનાજની દુકાનના સંચાલકનું લાઇસન્સ રદ કર્યું છે અને ફેલસાણીના સંચાલકને રૈયોલી ગામનો ચાર્જ આપ્યો છે, પરંતુ તેનું સંચાલન પંકજભાઈના મળતીયાઓ દ્વારા જ કરવામાં આવે છે અને કુપન કાઢવામાં આવતી નથી અને કોક અજાણ્યા ઘરમાં લેપટોપ લઈને ફિંગર પ્રિન્ટ લેવામાં આવે છે.