બાલાસિનોરના ઓથવાડ ગામે હયાત મહિલાનો મરણનો દાખલો કાઢી અપાયો

બાલાસિનોર,બાલાસિનોર તાલુકાના ઓથવાડ ગામે હયાત મહિલાનો મરણનો દાખલો કાઢી આપવાનો વિવાદ સર્જાયો છે. જેમાં તલાટીની જાણ બહાર ઓપરેટરે દાખલો કાઢયાની દલીલ થઈ રહી છે.

બાલાસિનોર તાલુકાના ઓથવાડ ગામના વિમળાબેન શનાભાઈ પરમારનો હયાત હોવા છતાં મરણનો દાખલો તલાટીના સહી સિકકા સાથે કાઢી આપતા સમગ્ર મામલે હયાત મહિલાને જાણ થતાં તલાટીના પગ નીચે રેલો આવી ગયો હતો. જેમાં મળતી વિગતો અનુસાર વિમળાબેન શનાભાઈ પરમારના નાના દિકરા અનીલ શનાભાઈ પરમાર દ્વારા વિધવા માતાનુ મરણ તારીખ 21 ફેબ્રુઆરી 2023ના રોજ થયુ હોવાનુ જણાવી ઓથવાડ તલાટી પાસે મરણનો દાખલો કઢાવ્યો હતો. જે બાદ વિધવા માતાની સંયુકત મિલ્કતમાં આવેલ વડોદરા ખાતેના મકાન વેચવા માટે ખોટા દસ્તાવેજ બનાવી મકાન વેચવા માટે પ્રયત્નો કરતા સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો હતો. જયારે ગ્રામ પંચાયતના જવાબદાર તલાટી દ્વારા બોગસ દાખલો આપવા બાબતે કોઈ કાર્યવાહી થશે કે કેમ તે જોવુ રહ્યુ.