કઠલાલ, કઠલાલના નાની શાહપુર પાસે બે ગાડીઓમમાંથી દારૂનુ કટિંગ ચાલી રહ્યુ હતુ ત્યારે પોલીસે રેડ પાડીને રૂ.26,000નો દારૂ અને બિયરનો જથ્થો પકડીને કુલ રૂ.5.81 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. સ્થળ પરથી ત્રણ શખ્સો પકડાયા હતા અને ત્રણ શખ્સો નાસી છુટ્યા હતા.
બાલાસિનોર રોડ ઉપર નાની શાહપુર પાસે બે ગાડીઓમાંથી દારૂનુ કટિંગ કરી અન્ય વાહનમાં મુકાઈ રહ્યુ હતુ ત્યારે કઠલાલ પોલીસે તપાસ કરતા બે ફોર વ્હિલ ગાડીઓમાંથી વિદેશી દારૂની બોટલ નંગ-36 કિ.રૂ.21,600 તથા બિયર ટીન 48 કિ.રૂ.4,800 કુલ રૂ.26,400 તથા ગાડીઓની કિ.રૂ.5,40,000તથા મોબાઈલ નંગ-3 કિ.રૂ.15,000 કુલ રૂ.5,81,400નો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો. સ્થળ ઉપરથી વિરલકુમાર હસમુખભાઈ પરીખ, ભારતસિંહ દશરથસિંહ સોલંકી, પ્રવિણભાઈ બુધાભાઈ સોઢાને પકડી પાડ્યા હતા. જયારે દારૂ મોકલનાર જીવો (રહે.સાચોર, રાજસ્થાન)તથા દારૂ મંગાવનાર પ્રવિણભાઈ ડાભી અને મેહુલ સોઢા સ્થળ ઉપરથથી નાસી જતા આ અંગે કઠલાલ પોલીસ દ્વારા ગુનો નોંધી આગળ તપાસ હાથ ધરી હતી.