બાલાસિનોરના લીમડી પુલ પર સળિયા બહાર આવતા વાહનચાલકોને ડર

બાલાસિનોર,બાલાસિનોરથી લુણાવાડાનો રોડ કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવ્યો છે. ત્યારે લીમડી ગામ નજીક પુલ પર મોટા ગાબડા પડતા તથા સળિયા બહાર આવતા જિલ્લા સેવાસદન કચેરીએ જતા નાગરિકો સહિત અવર જવર કરતા વાહનચાલકોને ભારે તકલીફનો સામનો કરવો પડે છે. છેલ્લા ધણા સમયથી ખાડા પુરવાનુ કામ કરાતુ નથી. આ બિસ્માર પુલની મરામત કરવાની તંત્ર પાસે ફુરસત નથી તેમ લાગી રહ્યુ છે. એક તરફ કરોડોના ખર્ચે બનતા રસ્તાનુ આયોજન કરાતુ હોય છે. પરંતુ જુની કામગીરીનુ રિપેરીંગ કરવુ જોઈએ તેવી માંગ છે.