બાલાસિનોરના ખેડુતો દ્વારા ડમ્પિંગ સાઈટ બંધ કરાવવા વર્ષોથી પરીશ્રમ

બાલાસિનોર,

બાલાસિનોર તાલુકામાં બોડોલી ગ્રામ પંચાયત સીમમાં આવેલ કાર્યરત મેસર્સ મોર્યા પ્રાઈવેટ એન્વાયરન્મેન્ટ કંપની દ્વારા અન્ય શહેરોમાંથી રોજની 15 થી 20 ટ્રક ભરીને વેસ્ટ કેમિકલ ડમ્પ ઠાલવે છે. જેથી પંચાયતની ભુસ્તર, જળસ્તર અને હવા સાથે માનવજીવન પર અસર પ્રવર્તે છે. આ બાબતે ખેડુતો દ્વારા 7 થી 8 વર્ષથી સંઘર્ષ ચાલી રહ્યો છે. જેમાં જાન્યુઆરીમાં બાયડ ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ આ કંપની બંધ કરવા મુખ્યમંત્રીને લેખિતમાં રજુઆત કરી હતી. જેમાં જમીયતપુરાની સીમમાં મેસર્સ મોર્યા પ્રો.પ્રા.લિ.કંપની દ્વારા અનેક પ્રકારે માનવ, પશુ-પક્ષી, જમીન, હવા-પાણી વગેરેનુ દિનપ્રતિદિન પ્રદુષણ વધતુ જવાથી અનેક પ્રકારે નુકસાન થાય છે. તેમજ આ કંપનીની હદથી એસ.એસ.સી.કવોરિની આશરે 900 વિઘા ઉપરાંતની જમીનમાં 25 થી 30 ફુટ ઉંડી નાની-મોટી અનેક માઈલ્સ ભરાવાથી જમીનમાં રિચાર્જ થાય છે. આજુબાજુના 10 કિ.મી.ના વિસ્તારમાં આવેલ જમીનના બોર કુવામાં પાણી જળવાય રહે છે.