બાલાસીનોર, બાલાસીનોર તાલુકાના જુના હાડીયા ગામમાં કરિયાણાની દુકાન પાસે ધમધમતા દારૂના અડ્ડા ઉપર સ્ટેટ મોનીટરીંંગ સેલે રેઈડ કરી 2.13 લાખ રૂપીયાનો વિદેશી દારૂના જથ્થા સાથે બે ઈસમોને ઝડપી પાડવામાં આવ્યો.
પ્રાપ્ત વિગતો મુજબ બાલાસીનોર તાલુકાના જુના હાડિયા ગામની સીમમાં ગોપાલ કિરણ સ્ટોર્સમાં વિદેશી દારૂનું વેચાણ ખુલ્લેઆમ કરાતુંં હોવાની બાતમીના આધારે સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા રેઈડ કરાઈ હતી. રેઈડ દરમિયાન ભારતીય બનાવટનો વિદેશી દારૂની નાની મોટી બોટલો બિયર ટીન મળી કુલ 1807 નંગ બોટલો મળી કિંંમત 2,13,900/-રૂપીયાનો મુદ્દામાલ ઝડપી પાડી કિરણ ગોપાલ મહેશ અને અજય રમણભાઈ મહેરા (રહે. બાલાસીનોર,ભોઇવાળાની) અટકાયત કરવામાં આવી છે. જ્યારે દારૂનો ધંધો ચલાવનાર રાજેશ ઉર્ફે બોડો મંગળ મહેશ, દારૂના ધંધામાં મદદગાર જયદીપ રયમલ ઠાકોર, વિશાલ બાબુભાઇ મહેરા, જીજ્ઞેશ મહેશ, સુનીલ વસંતભાઇ મહેરા દારૂનો જથ્થો લાવવામાં વપરાયેલ કારનો ચાલક તેમજ દારૂ સપ્લાય કરનાર મળી 7 ઈસમો વિરૂદ્ધ બાલાસીનોર પોલીસ મથકે ગુનો નોંધી વોન્ટેડ જાહેર કરી ઝડપી પાડવાની તજવીજ હાથ ધરી છે.