બાલાસીનોરના જેઠોલી ખાતે ભટીયા તળાવની કેનાલમાં ચાલતા મેન્ટનન્સની કામગીરી એસ્ટીમેન્ટ મુજબ ન થતાં ખેડુતોમાં હલ્કી ગુણવત્તાની કામગીરીની શંકા

બાલાસીનોર, બાલાસીનોરના જેઠોલી ખાતે આવેલ ભટીયા તળાવની કેનાલનું મેન્ટેનન્સ કરવામાં આવી રહ્યું છે. તે કેનાલનું ચાર મહિના પહેલા પણ મેન્ટેનન્સ થયેલ હતું. તે તુટી જતાં હાલ ફરીથી મેન્ટનન્સ કરાઈ રહ્યું છે. તેમાં પણ હલ્કી ગુણવત્તાની કામગીરી ધ્યાન આવી છે. તેની સામે સવાલો ઉઠી રહ્યા છે.

બાલાસીનોરના જેઠોલી ખાતે ભઠીયા તળાવની કેનાલનું મેન્ટેનન્સ કામ હાથ ધરવામાં આવ્યું છે. મેન્ટનન્સની કામગીરી દરમિયાન કેનાલની અંદર પથ્થરના પીચીંગ વગર આર.સી.સી. માલ નાખીને મેન્ટેનન્સ કરાઈ રહ્યું છે. ત્યારે શું કેનાલની મેન્ટેનન્સ કામગીરીના એસ્ટીમેન્ટમાં પથ્થરના પેચીંગના ઉ5યોગ કર્યા વગર મેન્ટેનન્સ કરાય તેવા ઉલ્લેખ થયેલ છે અને આનાથી અધિકારીઓની જાણકારીમાં આ રીતે મેન્ટેનન્સની કામગીરી કરાઈ છે. સાઈડ ઉપર કામ કરતાં કારીગરોને સ્થાનિકો દ્વારા પુછપરછ કરતાં કોન્ટ્રાકટર દ્વારા સુચન કરાઈ હોવાનું જણાવ્યું છે. કેનાલની મેન્ટેનન્સમાં માટીની જરૂર પડે છે. તે ખેતરો માંંથી લેવાય છે. ત્યારે માટી અંગે એસ્ટીમેન્ટમાં ઉલ્લેખ થયેલ છે. તેની સામે સવાલો ઉઠયા છે. હાલ જે કેનાલનું મેન્ટેનન્સ કરાઈ રહ્યું છે. તેનું ચાર મહિના પહેલા થયેલ હતું. પણ હલ્કી ગુણવત્તાના કારણે તુટી હતી. ત્યારે પુન: પણ કેનાલની ચાલતી મેન્ટેનન્સની કામગીરી સામે પણ હલ્કી ગુણવત્તાની કામગીરી થતી હોવાનું લાગી રહ્યું છે.