- 2005 બાદ ત્રણ બાળકો હોવાની અરજી તાલુકા વિકાસ અધિકારીને કરતા સમગ્ર મામલો ગરમાયો.
- કાયદાની કડક અમલવારી માટેની જાલુભાઈએ ઝુંબેશ ઉઠાવી હતી.
બાલાસિનોર, બાલાસિનોર તાલુકાની જેઠોલી ગ્રામ પંચાયત છેલ્લા કેટલાય સમયથી સભ્યને લઈને અનેક ચર્ચાઓ જાગી હતી . ત્યારે ગ્રામ પંચાયતના સભ્યનુ સભ્ય પદ રદ કરવામાં આવતા હડકંપ મચી જવા પામ્યો છે. ત્યારે મળતી માહિતી અનુસાર જેઠોલી ગ્રામ પંચાયતમાં 2021 માં યોજાયેલ સામાન્ય ચૂંટણીમાં વોર્ડ નં- 5 ના ઉમેદવાર મહિલા સભ્ય નાયકડા જીગીશાબેન વિજયભાઈ જેઓ વોર્ડ નં – 5ના સભ્ય તરીકે વિજેતા જાહેર થયેલા, પરંતુ સમય જતા બાજી પલટાઈ ગ્રામ પંચાયત પણ ગોથે ચડી જેઠોલી ગ્રામ પંચાયતના જાગૃત નાગરિક ચૌહાણ જાલુભાઈ વાઘાભાઈ એ ગ્રામ પંચાયતની બોડી જ નહિ, ગ્રામ પંચાયતના તંત્રને ભરનિંદ્રામાં અંજલિ છાંટી ઢંઢોળીને કાયદાકીય લડત ચલાવી ગ્રામ પંચાયતના તંત્રને કાયદાથી વાકેફ અધિકૃત વહીવટી તંત્રના અધિકારીઓ એ કાયદાનું ભાન કરાવ્યું અને સત્યતાની ભેટ દિશા તરફ દોરતા નાગરિકે પંચાયતને પ્રમાણિકતાની ભેટ રૂપે સૌ પ્રેરણારૂપ બને સૌએ શીખ લેવા જેવું કાયદાકીય ઉદાહરણ પૂરૂ પાડ્યું છે. ત્યારે બાલાસિનોર તાલુકા વિકાસ અધિકારીને જેઠોલી પરા વિસ્તારના ચૌહાણ જાલુભાઈ વાંધાભાઈ અરજીમાં જણાવેલ કે સરકાર શ્રીના ગુજરાત એક્ટ -17/2005 ના નીતિ નિયમો વિરુદ્ધ સભ્ય પદની લાલસા ભોગવી રહ્યા છે. ત્યારે બાલાસિનોર તાલુકા વિકાસ અધિકારી દ્વારા અરજી સંદર્ભે તપાસ હાથ ધરતા સરકારે જાહેર કરેલા 2005 પછી ત્રણ બાળકો તપાસમાં ફલિત થતા ગેજેટ વિરુદ્ધનું કૃત્ય જણાઈ આવતા, વોર્ડ નં-5 ના સભ્ય જિજ્ઞાસાબેનને સભ્યપદ પરથી ગેર લાયક ઠરાવવા કરતો હુકમ કરતાં ગ્રામ પંચાયતના આલમમાં ફફડાટ મચી જવા પામ્યો છે, જ્યારે અનેક ચર્ચાઓ જાગી છે.